41 - ઝૂરણ મરશિયું / જયેન્દ્ર શેખડીવાળા
તમને ટહુકો પ્હેરાવું હાથણીભેર રે
જીવતર સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસેર રે
તમને ટહુકો પ્હેરાવું હાથણીભેર રે
વાયસ ઉડ્યા રે કંઠેથી લઇને વાયકા રે
અમને સાંભરે કૂ...હુ...ક - કાળી ગાયકા રે
ગાયકા ! અમાસો જમાડું અંધાર ઘેર રે
તમને ટહુકો પ્હેરાવું હાથણીભેર રે
મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
અમને ખભે લઇ ઊભી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપર પેર રે
તમને ટહુકો પ્હેરાવું હાથણીભેર રે
હાથણીભેર = (કળશ ઢોળતી) હાથણીની જેમ
0 comments
Leave comment