45 - જીવસોતુ આંસુ છે / જયેન્દ્ર શેખડીવાળા


પડછાયા આંસુ છે, લિમ્બોરી આંસુ છે
લહેરાતું આંસુ છે, આંગળીઓ આંસુ છે
ખિસકોલી આંસુ છે,
આરપાર આંસુ છે, ઓઢ્યાં તે આંસુ છે,
હોવામાં આંસુ છે, હથેળી આંસુ છે
તાકધિન્ તાકધિન્ આંસુ છે તાકધિન્
તાકધિન્ તાકધિન્ આંસુ છે તાકધિન્
ધિનતાક્...ધિનતાક્...ધિનતાક્...ધિનતાક્...ધિનતાકધિનતાકધિનતાકધિનતાક...


લીમડેરી = લીમડામય બની ગયેલી0 comments


Leave comment