76 - બેઉ કાંઠે નદી વહે / આદિલ મન્સૂરી


બેઉ કાંઠે નદી વહે,
મોજ ઊઠી
કાંઠા તણાં મકાનોના કાન મહીં
કોઈ છાની વાત કહે,
પીળાં પીળાં
પીપળાનાં પાંદડાઓ
વીજ વેગે વહી જતા
જલ તણાં ઘોડલાને જોઈ રહે;
જોઈ રહે એકીટસે
ઝૂંપડીનું છાપરું ને
છાપરા પે ઘાસ ગયુ,
ગાય ગઈ,
ભેંસ ગઈ,
ગયા ગયા
મટુકીને બેડલાંઓ.
પુલ પરે ઊભો ઊભો
પૂર મહીં
તણાતો હું જોઈ રહું
ખુદ મને,
જોઈ રહું
જોઈ રહું
બેઉ કાંઠે નદી વહે.


0 comments


Leave comment