51 - ખરતા પીંછાની એબ્સર્ડ ઈચ્છાનું ગીત / જયેન્દ્ર શેખડીવાળા


પર્વત ઉપરથી પરી ધિનક્તાન્ લાવ રી પાંખો ઊડું ધિનક્તાન્
ફરફર ફરફર ફરક્ ધિનક્તાન્

પીંછે ઈચ્છા ખરી ધિનક્તાન્ (જળમાં ઝાંખો બૂડું) ધિનક્તાન્
સરવર સરવર હરક્ ધિનક્તાન્
અચરજતરણું તોડું ને દરિયો પાતાળે જઈને ખોડું પ્રલયનો લય પામી
ગગનની ગગરી ફોડું ને જળને સમરથ સાથે જોડું વિલયનો ભય ડામી
પ્રિક્ પ્રિક્ પંખી જરી ધિનક્તાન્ લાવ રી આંખો બૂડું ધિનક્તાન્
નિન્દર નિન્દર ગગન્ ધિનક્તાન્

હું તો કાન અને મનનું ટોળું કે ટોળામાં રમતું છોડું ચરાચર ખમખાલી
કંઇ પવનનાં પડદે બોલું (અરવને ખોલું) આ કોણ મને દે તાલી
તાલી ઉપર તરી ધિનક્તાન્ છલ્લંછલ્લા બૂડું ધિનક્તાન્
તરકમ તરકમ તરક્ ધિનક્તાન્

પર્વત ઉપરથી પરી ધિનક્તાન્ લાવ રી પાંખો ઊડું ધિનક્તાન્
ફરફર ફરફર ફરક્ ધિનક્તાન્

પીંછે ઈચ્છા ખરી ધિનક્તાન્ (જળમાં ઝાંખો બૂડું) ધિનક્તાન્
સરવર સરવર હરક્ ધિનક્તાન્



0 comments


Leave comment