55 - Mysterious Voyage / જયેન્દ્ર શેખડીવાળા
ઘરમાં સૂતા જીવજીના પગ લાંબા રે લાંબા થાય
સપનાના તોતિંગ બારણાં તોડી રમવા જાય
ઝળહળ આવ્યાં પૂર તે ડૂબ્યો ગોખભર્યો અંધાર
કાગળ ઉપર ઝાકળ ઝાકળ સૂરજનો સંચાર....
બોંતેર કોઠા શાહીના દીવા જુમનાજી વ્હૈ જાય
ઘરમાં સૂતા જીવજીના પગ લાંબા રે લાંબા થાય
પાંગતથી પગ ઊતરે નીચે એમ ડૂબે વિચાર
ઘરને તળિયું હોય નહીંજી; ગીતનો એવો સાર
ગીતમાનું એકાન્ત અજાણ્યું પગને પ્હેરી જાય
સપનાનાં તોતિંગ બારણાં તોડી રમવા જાય
0 comments
Leave comment