59 - પાંચ પાંદડીઓ પ્રમાણે / જયેન્દ્ર શેખડીવાળા
અહીં અવશેષ આકાશી અનર્થક ઓસર્યા અર્થે, કવનવા !
મૂઠ્ઠીભર શ્વાસના અવકાશથી ટહૂકે ભર્યા કાગળ, કવનવા !
આ ચીતરેલી હવામાં ચાલવાનું ચાતરી ચીલો, ચલનવા !
અને આકાશની ઓ પાર મનપગલું પડે રે ઓ, ચલનવા !
જી રે જી જીવના મારા જમીનદાર ! આવ, તું લઈને ચરનવા !
હું ભીની મઘમઘાટી છું અને અહીં માટી રૂપે છું, ચરનવા !
મને જળવું જડ્યું જળમાંથી જ્યારે મેં જળને ખોયું, જળનવા !
હવે દરિયો, નદી, ઝરણું અને આંસુ કવિતા છે, જળનવા !
પ્રકાશ્યાં પાંચ આંગળીઓ પ્રમાણે પોત પૂર્વજનાં પ્રછનવા !
કલમ, શાહી, આ શબ્દો, લાગણી ને તેજ તારું રે પ્રછનવા !
0 comments
Leave comment