61 - ચેરાપુંજી / જયેન્દ્ર શેખડીવાળા


અજવાળું ચૂવે આંખોમાં પાંપણનાં મોભારે ફાટ
પથ્થર પાણી થઈને પીગળે, પાણીમાં હીરો સલાટ

વાદળ દર્પણમાં સંતાયુ કારણમાં જળબંબાકાર...
જળમાંથી જળઘોડો નીકળે અથવા નીકળે સૂનો ઘાટ

અતળચરણની પાળ લગોલગ આવીને બેઠું પાતાળ
પગનું તળિયું તરસ તરસનાં દરિયાનો સુક્કો ઘુઘવાટ

તળિયે કાણું વ્હાણ તરે ને દરિયો ડૂબે ઘોડાપૂર
બોલું તો હું કાંઈ ના બોલું : આગત બોલો છો મ્હોંફાટ

ચેરાપુંજી...! ચેરાપુંજી...! બૂમ પાડતો માણસ દોડે...
જાણે મૃગજળની પાછળ છે પર્વતનો ભીનો પથરાટ0 comments


Leave comment