68 - સુમિરણુ રત્તડી / જયેન્દ્ર શેખડીવાળા


ફેણસ્સુ છાયા સરિકિખ રયણિ ફૂટ્ટઈ-
અકિખહિં તરિસહે સુઈણસ્સુ નઈ જિંવ
(હોન્ત વિહાણઉં તો વિ) તુહું મુદ્ધ નેહુ
વહઈ છઈ માહરા વિસાઉ-અંસૂસાસે...

તુહું અકિખહૂં મઉરપિચ્છ અચ્ચરિજ્જુ અજ્જઈ..
કૂરઈ કપ્પૂરુહું પાયઝૂણિ હોન્તઉ અંગણિ,
તો વિ બપ્પી હે અકિખહિં પડિબિમ્બિઅ હઉ
અપ્ફલઈ પડિઘાઉ ભન્ત કોટરુહિ.

સુમરણુ પંખિહું ઝૂણી પિદ્ધઈ પચ્છઈ
તઉ સદદુ પાડઈ ગેરિઉ મેહગયણિ...
કલ્લુ અમોડઈ ફૂલ્લુ ગુમ્ફઈ આઅરિસ્સઉ
દેકખઈ, તુહું સરઈં માહરઉં મુહું,તિવારઈ...

તુહું મિલઈ સિપ્પહું અકિખ સરિકખો
મુઅઈ મચ્છલઇ પડિચ્છાયઉં નવરિ !

અનુવાદ
સ્મરણરાત્રિ

(ફીણની છાયાઓ સરખી રાત ફૂટી ગઈ/ આંખમાં તરસનાં સપનાંની નદીની જેમ/
(પરોઢ પૂગ્યું તોય) તારો મુગ્ધ સ્નેહ/ વહી જાય છે મારા વિષાદી અશ્રુસ્વાસમાં.
તારી આંખોનું મોરપિચ્છ અચરજ હજીય/ ફરે છે કપૂરી પગરવ થઈને આંગણે/
તોય ચાતકની આંખમાં પ્રતિબિંબિત હું / અફળાઉં છું પડઘાનાં ભ્રાન્ત કોતરોમાં.
સ્મરણનાં પંખીઓનો અવાજ પીધા પછી / તું સાદ પાડશે ગેરુરંગી મેઘામ્બરને/
કાલે અંબોડે ફૂલ ગૂંથતા, અરિસો / જોઈ, તું મારો ચહેરો યાદ કરીશ, ત્યારે...
તને મળી આવશે, છીપલાંની આંખ શો / મૃત માછલીનો પડછાયો માત્ર)



0 comments


Leave comment