69 - સર્જનક્ષણે / જયેન્દ્ર શેખડીવાળા
વરાળની રુંવાટી પર હું થરકું
સરકું શ્વેત કમળની નાભિમાં –
જ્યાં
વિશ્વો રજકણ થઈને ઊડે
સચરાચરણા તંગ મત્ત હોલ્લારા ઊડે
ફૂંકાતા, રેલાતા, રગરગ વિખરાતા
જ્યાં
પ્રાણ સકલ ભૂત એક પિણ્ડમાં,
લહેરાતાં, લહેરાતાં કૈં લહેરાય
સ્વરોનાં વ્હાણ;
ખોદતું જાય
કશું
કૈં
સાગરના તળ ઊંડે ઊંડે
સાગરતળમાં અણપ્રિચ્છ્યાં આકાશ જઈને બૂડે
પંખીનો ચ્હેંકાર ઊડે
ને
ગર્ભમાં સરકું સ્હેજ,
રે થરકું સ્હેજ-
ને કંપે શબ્દસપાટી ભુર્જપત્રમાં....!
0 comments
Leave comment