70 - ઝંખું જેને....... પ્રાસમાં રે.. / જયેન્દ્ર શેખડીવાળા


(‘.............મા, રે’)

ઝંખું જેને અકળ સરતા છંદના પ્રાસમાં રે
.. તું વરાળનું પુદ્દગળ રે
હું અકળવિકળ મા !
હું ડહોળાતું પાણી રે
તું સતત અવિચળ મા !
ભરબપોરે ડૂબ્યા ઘરના મોભ
આંખથી નેવાં લગ પથરાતું રે મા !
... જળઅંધારું....
તને વરાળથી વૈતરણી ને વૈતરણીથી વાદળ ને વાદળથી જળ જે જળથી દરિયે શોધું
શોધું... શોધું
સકળભૂતમાં, અકળઋતમાં
વાણી વેદે, ભેદે ભેદે
અને
અચાનક
કાલીઘેલી બોલીમાંથી કાગવાસના મંતર પ્રગટે
કપોલકલ્પિત ભાષા મારી રેવાને તીરે જઈ અટકે
પછી શાહીના મેળામાં હું ભૂલો પડું ને
ભૂલો પડેલો હાથ તરસતો મા, રે તારી કંઠ – આંગળી
અને તરસતો ખાર ઉપર હું સ્વાર થઈને
શિયાવિયા રે શિયાવિયા કૈં
ઊડ્યા કરું
થઇ
કાગળ રે મા, વાદળ રે મા...
આકળ વિકળ ઝાકળ રે, મા...0 comments


Leave comment