72 - ખિસકોલીવન / જયેન્દ્ર શેખડીવાળા


ધ્રિમ
તાનાતન
તાનાતન, ધ્રિમ તાનાતન
લયનું ભીનું પગલું ફરે
વા ફરે વાદળ ફરે
ને
ખિસકોલીવન રુમઝુમે રે જિયો રે જિયો
*
ધ્રિમ
ધ્રબાંગાંગ
ધ્રબાંગાંગ, ધ્રિમધ્રબાંગાંગ
અધકાચેરી વય પીધેલી કોઈ કુંવારી કન્યા આખી
ધ્રિમધ્રબાંગાંગ
નાગફણાને દઈને ચૂંટી વનમાં ભાગી વન્યા આખી
ધ્રિમધ્રબાંગાંગ
ખિસકોલીવન રુમઝુમે રે જિયો રે જિયો
*

નાગરવેલી નાચો લજામણીબાઈ લાજો
મારી બેનો ! ઘ્રહકારો બાજે આંગણે...
ઝરમર ઝૂલી ટગરી, હું ફૂલફગરની ડગરી
મારી બેનો ! ધ્રહકારો બાજે આંગણે...
આંગણું ઘમ્મર ગરબે ઘૂમે જિયો રે જિયો
ખિસકોલીવન રુમઝુમે રે જિયો રે જિયો.

*

તિરકટ તા, ધિનાંગધિનાંગ તા
ધિનાંગ ધિનાંગ તા, તિરકટ તા
મારે આંગણ ઊગી છે વ્રેહની પળ
ઝૂલી છે આકળવિકળ બિદેશવા રે...
મારે પાંપણ ઊગી છે ઝૂર પીપળ
ઝૂલી છે આકળવિકળ, બિદેશવા રે...
પરદેશી પવન મત મારો, બિદેશવા રે
મારા સાંજુકા સમ છે ઉગારો બિદેશવા રે
પંછ્યા લખ ટમટમે રે જિયો રે જિયો
ખિસકોલીવન રુમઝુમે રે જિયો રે જિયો
*
ઓ..... ધ્રિમતાના દે રે ના ધિમ, ધ્રિમતાના દે રે ના ધિમ
દે રે ના ધિમતાના, દે રે ના રે ધિમતાણા
એક રાસ્તા હૈ જિંદગી, જો થંભ ગયે તો કુછ નહિ
થંભ્યા વનનાં હરણઝરણ ને થંભી ધરધર નાર
થંભ્યા વાયુવાદળાં ને થંભી પળપળ લ્હેર
થંભ્યા પગલાં ગામના ને થંભી ડોકી આંખની
*
પિયુજી મોરો આંગણ આયોજી
પિયુજી મોરી આંખણ આયોજી
પિયુજી મોરો કંકણ આયોજી
પિયુજી મોરી ધ્રહકણ આયોજી
આયોજી આયો જિયરો ઝણઝણમાં
આયોજી આયો જિયરો પાંપણમાં
આયોજી આયો જિયરો પેંજણમાં
આયોજી આયો જિયરો ધ્રહકણમાં
રામજી ફેરે અંગૂલિયનકો પીઠ પે થપકી દઈ દઈને...
મૈં જાગું ખિસકોલીવનમેં નિંદર ઝબકી રહી રહીને....
જાગું તબ ઇક નાદ સૂનું રિ નાદ ભયી મૈં ખુદ
મગન મંજીરા લે કર નાચું
ધ્રિમ
તાનાતન્
તાનાતન, ધ્રિમ તાનાતના;
ધ્રિમ
તાનાતન,
તાનાતન, ધ્રિમ તાનાતન.0 comments


Leave comment