77 - તિલ્લી - બે / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! લાવો ચાર આંખ પાણીનો દાણો
જીવ જીવ રમતાં તિલ્લીરાણી તિલ્લીરાણો
ડાબા પગનો ડામ થઇ અંધારાં ઊતર્યા, દ્વાર ઉઘાડો
સસ્સારાણા અડધે જીવ વન ભમ્યા રે, દ્વાર ઉઘાડો
તરસ તિરાડો જેવી છે ભેંકાર એટલું જાણો
તિલ્લી ! લાવો ચાર આંખ પાણીનો દાણો
કૌંચાવસ્થા સવાર જેવી મ્હેંકે છાની ઊંડે ઊંડે
તીરપણે તિલ્લામાં ઊતરે તરસ તમારી ઊંડે ઊંડે
ઊંડે જ્યાં પર્યાય તમારો એકલઝૂરે, જાણો
તિલ્લી ! લાવો ચાર આંખ પાણીનો દાણો
0 comments
Leave comment