78 - તિલ્લી - ત્રણ / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! તારો કંઠ પીવાની કંઠે ઈચ્છા વળગી લોલ
તિલ્લી ! જાણે શબ્દો થઈને કાગળ સૃષ્ટિ સળગી લોલ
તિલ્લી ! મારી તારી વચ્ચે એક નદી છે નામ વગરની...
તિલ્લી ! છે તે જળ વગરની, પણ નદી ના નદી વગરની....
તિલ્લી ! તું ઓળંગ ઉંબરો, ઠેસનું કારણ ક્યાં છે કોઈ
તિલ્લી ! જ્યાં તું કળશ ઢોળશે, તારું સપનું સોઈ
તિલ્લી ! પગમાં સાંકળ, હાથે હાથકડી પહેરાવી લઇ જા
તિલ્લી ! અમને નાગપાશનાં દાન હવે તું દઈ જા
તિલ્લી ! તોરણ, બારશાખને આંગણ ઝુરે વયમાં આવી
તિલ્લી ! ઝુરે ગીત જીવનું અણનિરખેલા લયમાં આવી.
0 comments
Leave comment