44 - નિખાલસતા અને એની નજરમાં? / આદિલ મન્સૂરી


નિખાલસતા અને એની નજરમાં?
ખીલ્યું છે ફૂલ કોઈ પાનખરમાં !

સરકતો વાદળોમાં એક ચાંદો,
લપાઈ જાય સસલું જેમ દરમાં.

અમે નીકળી પડ્યા પ્હેરેલ કપડે,
કશું સાથે નથી લીધું સફરમાં.

કોઈ મૂકી ગયું બે ચાર ફૂલો,
ને ફેલાઈ ગઈ ખુશ્બુ કબરમાં.

સમયની આંગળી પકડીને ‘આદિલ’
મને હું શોધતો મારા જ ઘરમાં.


0 comments


Leave comment