4 - કવિતા વિશે.... – ૪ / મણિલાલ હ પટેલ


કવિતા : થોરને ફૂટતું પાન
ઊંડે ઊંડે ત્રાડતું રાન
ડૂસકું થઇ ગયેલું ગાન કવિતા :
ગામ પાસેના ડુંગરેથી દ્રવતું
ઝરણું
ચાવતાં જ –
અંગે અંગે ઘાસ ઘાસ થૈ
વ્યાપી જતું તરણું, વરસાદે –
વાડે વાડે કંકોડાં વીણતી
નમાઇ છોકરી : મારી કવિતા...0 comments


Leave comment