1.5 - અજ્ઞાન સખા પ્રતિ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


નહિ નહિ કદા તારે શબ્દે જરી લઘુતા ઘટેઃ
નહિ ક્મય હજી માયાની એ તને જડતા મટે!
હૃદય પણ શું ભૂલે? આસ્થા ડગે? નહિ સાંભરે,
પ્રણય રસની બ્રાહ્મી વસ્થા? સખે! ન ઘટે ખરે!

નહિ રસ, સખે! આત્માનો એ કદાપિ કમી થતો :
રસમય લસે આત્મા તો એ ચરાચરમાં છતો!
સ્મરણ કરજે માટે, વ્હાલા! સ્વરૂપ તણું, અને
સકલમયતા-સ્થાને આવી પછી મળજે મને!


0 comments


Leave comment