1.28 - મુગ્ધાને સંબોધન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


તને રાખું હંમેશાં નેહભર હૈયે ન્હાની!
કદી તકસીર તોપણ થાય કહીએ ન્હાની!

નિઘા દિલદાર! રાખી દીનતા મારી ઉપર
જરા કંઈ મશ્કરી સહેવાય તો સહીએ ન્હાની!

“હવાં મોટી થતાં મુગ્ધા કહી શકશે ક્યાંથી?”
વિચારી એમ સ્હેજ ગુમાનમાં રહીએ ન્હાની!

બહુ શરમાળ જો તું તો ન હું ઓછો અંદર
અમે તો મર્દ હિમ્મત બ્હારની લહીએ ન્હાની!

કરીને ખ્યાલ બાલે! ચાલ જો ચહીએ વ્હાલી!
ચડી રસસાગરી મોજે પછી વહીએ ન્હાની!


0 comments


Leave comment