1.39 - મિત્રને નિવેદન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


વદને બહુ નીર ભરાય, સખે!
તનુ ચેતન માત્ર હરાય, સખે!
જલને પડદે સઘળે નીરખું!
નીરખું નહિ નેહ જરાય, સખે!

કર વ્હાર, સકે!
કંઈ સાર, સખે!
હૃદયામૃત માર્દવધાર, સખે!

ભવમાં તવ એક સહાય, સખે!
નયનો દ્વયને જ ચહાય, સખે!
નવ ઐહિક આશ, હૃદા સહ જો!
હૃદયે થકી સિંધુ તરાય સખે!


0 comments


Leave comment