1.42 - ઘવાયેલો બુલબુલ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[અંજનીગીત]

અંધારામાં ઝુરાયેલો :
ઘુવડ-ચાંચે ચુરાયેલો :
કારાગારે પુરાયેલો :
ઘાયલ હા! બુલબુલ!

હૈયાને શાથી એ ખોલે?
શાથી એ બોલાવ્યો બોલે?
ઉલ્લાસે એ શાથી ડોલે —
ડોલાવે બુલબુલ?


0 comments


Leave comment