1.43 - સ્થિતિભેદ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


આંબાડાળે કોયલ બોલે :
મલ્હારો મોરલિયા ખોલે :
વ્હાલાંઓ પોઢયાં હિંડોળે :
જાવું ત્યાં હાવાં!
***
આંખલડીનાં આંસુ ખૂટયાં :
હૈયાનાં દોરડિયાં તૂટયાં :
રણવગડે લૂંટારે લૂંટયાં :
જાવું ક્યાં હાવાં?


0 comments


Leave comment