1.46 - મેનાવતીનું મૃત્યુ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


અશ્રુ ઊભરે આજ જનેતા અશ્રુ ઊભરે આજ
ન્હાય સકલ આ વિન્ધ્યશિખર
તારાનો સ્નેહ સમાજ — જનેતા—

વર્ષ ગયાં થઈ રાજ્ય ગયા પછી
આજ ગણું ગયું તાજ, — જનેતા—

તાજ હવે નહિ જોય તુ સદૃશ
માનવ જાતિ સમાજ, — જનેતા—

લુપ્ત થશે વસુધા પરથી નહિ
તે તવ અદ્ભુત કાજ, — જનેતા—

તું જનની નહિ માત્ર, ગુરુ પણ :
છે તવ ભેખ કૃપા જ, — જનેતા—

હાવાં થયું ભવસાગરની પર
એક મારું જહાજ, — જનેતા—


0 comments


Leave comment