1.50 - બાલરુદન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


પિતા! પિતા! જગત્પિતા! તવ બાલકો રડે :
તવ બાલકો રડે, પિતાજી! ધોધવા દડે ! પિતા

મદદ કશી આપે નહીં, મોટાં તવ સંતાન :
નાનાં નિર્બલ બાલકો, પિતા! અમે હેરાન!
તવ બાલકો રડે, ને નૈને ધોધવા દડે! પિતા

નાનાં પણ તારાં અમે, નહિ એ કોને ભાન :
સાચું કહેતાં સાચને, દુનિયા ક્હે નાદાન!
તવ બાલકો રડે, ને આંસુ ધોધવા દડે! પિતા


0 comments


Leave comment