1.53 - પશ્ચાત્તાપ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


અરે! ધિક્કાર છે હુંને! બન્યો પાપીઃ બન્યો પાપી!
પિતાની સ્નેહની આંખો મહીં શૂળી, અરે! આપી!

તરફડું ધૂળમાં હાવાં : બદન પર ખૂબ સારું ખાક :
છતાં ના આગ હોલાતી! બન્યો પાપી : બન્યો પાપી!

પડયો કંગાલ હું મેળે, નજરથી પાપને જોતો,
સળગતા નીચ ખાડામાં! બન્યો પાપી! બન્યો પાપી!

પિતા આ પાપથી રક્ષો : રક્ષણ માગું : દયા બક્ષો :
અરે! હું દુષ્ટ શું માગું? બન્યો પાપી! બન્યો પાપી!

છતાં માંગું : પિતા! માગું : ક્ષમા માગું! સજા માગું :
અને એ નૂરની ઝાંખી પડેલો દાસ ના ત્યાગું!


0 comments


Leave comment