1.54 - ચંદાને સંબોધન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


તને હું જોઉં છું, ચંદા! કહે, તે એ જુએ છે કે?
અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉં તેવો શું, કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં, અમે જોયેલ સાથે તે,
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સૂએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં
હૃદયનાં ધોઉં છું પડ હું : કહે, તે એ ધુએ છે કે?


0 comments


Leave comment