1.60 - પ્રભુની પાઠશાલા / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'
અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના!
અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના!
અમારામાં કશો ના માલ!
અમે તો મૂર્ખ ને કંગાલ!
છતાંયે બાળકો છઈએ : પ્રભુની પાઠશાલાના!
અમે ઘેલા બધા ચેલા : પ્રભુની પાઠશાલાના!
અમે મેલા અને ઘેલા : પ્રભુની પાઠશાલાના!
0 comments
Leave comment