2.6 - કાંતાની પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[રાગ ગૌડ મલ્હાર : તાલ ત્રિતાલ]

વિભુ જે વિલસે, ચરાચરે હસે,
બધે વ્યાપ્ત વસે, રસે તે ભજું!
પૂરે ઇચ્છાને!

પતિ કાન્ત વર વિના નહિ અવર,
સકલ જગત સુખ સરવર, નરવર,
પરમ કારુણિક પિતા!

ઉપાધિ શમાવો,
કમાણી કમાવો,
જનોમાં જમાવો,
ન મારું ગજું! નૂરે ભીંજાવો.


0 comments


Leave comment