2.7 - સ્મરદશા / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[રાગ ક્લાઇડાની ધૂન : તાલ લાવણી]

રટ, રસના! રટ રસના!
પ્રિયતમનું નામ રટ, રસના!

લવ ઇતર ઉપર અબ વસ ના!
પ્રિયતમનું નામ રટ, રસના!

દિવસ રાત બસ એ જ વાત,
જપ કર પ્રિય નરવર જસના!

જપ કર પ્રિય નરવર જસના!
પ્રિયતમનું નામ રટ, રસના!

મનોહર રૂપ સ્મરું!
ધ્યાન તે ધરું, કશાથી ન ડરું,
સાગરો તરું, બિયાબાં ફરું!
સર્વ પરહરું, કાન્તને વરું!

અયિ રસિક રમણી! જરી હસ ના!
પ્રિયતમનું નામ રટ, રસના!


0 comments


Leave comment