3.10 - બિરાદરોને પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[રાગિણી આશાગોડી]

સ્નેહ કરો ન સતાવો, બિરાદર! સ્નેહ
અન્ય અહીં નહિ લ્હાવો, બિરા
એક પિતા પરમેશ્વર સૌનો એ નિજ કર્મે બતાવો —
બિરાદર! સ્નેહ કરો ન સતાવો.
પ્રાણપદાર્થ કરી પુરુષાર્પણ ક્લેશ વિશેષ પતાવો —
બિરાદર! સ્નેહ કરો ન સતાવો.


0 comments


Leave comment