16 - જિંદગી તો ફક્ત બહાનું છે / આદિલ મન્સૂરી
જિંદગી તો ફક્ત બહાનું છે,
એને કરવા હતા તમાશાઓ.
એવો દિવસ ખુદા ન દેખાડે,
તારે કરવા પડે ખુલાસાઓ.
ઝુલ્ફ કંઈ એમ ગૂંચવાઈ છે,
જાણે મારી જ ભાગ્યરેખાઓ.
તારા પાલવનું આસમાન બન્યું,
મારાં આંસુ બન્યા સિતારાઓ.
રણનો વર્તાવ જોઈ લાગે છે,
ઝાંઝવાં પી ન જાય પ્યાસાઓ.
ચાલ ‘આદિલ’, હવે તો ઘરની બ્હાર,
રાહ જોઈ રહ્યા છે રસ્તાઓ.
એને કરવા હતા તમાશાઓ.
એવો દિવસ ખુદા ન દેખાડે,
તારે કરવા પડે ખુલાસાઓ.
ઝુલ્ફ કંઈ એમ ગૂંચવાઈ છે,
જાણે મારી જ ભાગ્યરેખાઓ.
તારા પાલવનું આસમાન બન્યું,
મારાં આંસુ બન્યા સિતારાઓ.
રણનો વર્તાવ જોઈ લાગે છે,
ઝાંઝવાં પી ન જાય પ્યાસાઓ.
ચાલ ‘આદિલ’, હવે તો ઘરની બ્હાર,
રાહ જોઈ રહ્યા છે રસ્તાઓ.
0 comments
Leave comment