3.13 - દીન ઉપર દયા કરજો / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[પદ]

દીન ઉપર દયા કરજો, ઓ નાથ, દીન
વિશ્વદુરિત પરિહરજો, ઓ તારક, દીન
દીન છતાં અમે બચ્ચાં તમારાં કરુણાસુધારસ ઝરજો,
ઓ પિતા, કરુણા દીન
ઓ સવિતા, પરમેશ, પિતાજી! ભર્ગ નયન માંહી ભરજો,
ઓ પિતા, ભર્ગ દીન


0 comments


Leave comment