3.19 - શાસ્ત્રોપદેશ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[રાગ નટઃ તાલ ચતુસ્ત્ર જાતિ ત્રિતાલ]

સદા વચન ઋત બોલો ને!
અતિશય અહિત રહ્યું અસતમાં :
સાચું કહ્યા થકી હાનિ ભલે થાય,
તદપિ ન ઈતર ધર્મ મતમાં!
સત્યમેવ જયતે |
ના ડરવાનું : ના ફરવાનું :
વિરલ ગહન વ્રત કઠિન વિષમ સત પરમ સાધુ તણું!
ફલ પણ તેમાં ઘણું :
શાસ્ત્રો બોધે એવું ફરી ફરી :
ખરું હૃદય નિજ ખોલો ને!


0 comments


Leave comment