75 - પીળા પીળા પીપળાને / આદિલ મન્સૂરી


પીળા પીળા પીપળાને
ચાંદનીનું ઝેર ચઢ્યું.
સળવળી
તિમિરની માછલીઓ
સાગરનાં પેટાળમાં,
શમી ગયાં
ઘૂવડના રુદનનાં પડઘાઓ
પવનની
ભીની ભીની બખોલોમાં,
નમી ગયા
માંસલ ને
અણિયાળાં શિખરો ય,
પડછાયા તોડી કોક દોડી ગયું,
કોણ ગયું?
કોણ ગયું?


0 comments


Leave comment