3.23 - કાન્તને સંબોધન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[રાગ ઝીંઝોટી : તાલ ત્રિતાલ]

શાં વ્હાલાં લાગે વેણ તમારાં કોડીલા કુંવરજી!
ઉછાળા મારે શૂર, તનમાં ધસે પૂર;
નૈનમાં હસે નૂર, ચિંતાઓ કરે ચૂર!

ઓ મારા પ્યારા! મારા પ્યારા! મારા પ્યારા!
રેલાવો રતિધારા! ખેલાવો ખેલ સારા!
કોડીલા કુંવરજી!

અયિ સુવીર! હૃદય કરી! નિકટ નીર! સુખદ તીર!
ધર ન ધીર કાં? ધર ન ધીરા કાં? ધર ન ધીર કાં?
અંતરમાંના ઉમળકા શા ખોલું? જાણો છો મરજી!
જાણો છો જી મરજી!


0 comments


Leave comment