42 - ઝુલ્ફોના અન્ધકારમાં આવી ભળે છે રાત / આદિલ મન્સૂરી


ઝુલ્ફોના અન્ધકારમાં આવી ભળે છે રાત,
ચ્હેરાની ચાંદનીને લઇ ઝળહળે છે રાત.

તુજ કંઠથી ગવાયલા મારી ગઝલના શે’ર
તારાઓ ગણગણે છે અને સાંભળે છે રાત.

સૂરજને શોધવાનું તો ખાલી બહાનું છે,
બાકી તને જ જોવા સદા નીકળે છે રાત.

દેખાય છે પ્રકાશ જે વ્હેલી પરોઢમાં,
એ તો ક્ષિતિજની પેલી તરફથી બળે છે રાત.

પૂનમના ચંદ્રપાસમાં થીજી ગઇ હતી
સૂરજનું હૂંફ પામી હવે ઓળગે છે રાત.


0 comments


Leave comment