37 - પડછાયા જેવું પણ ક્યાં છે? / આદિલ મન્સૂરી


પડછાયા જેવું પણ ક્યાં છે?
હું છું ને સૂના રસ્તા છે.

ઉગ્યો છે બારીમાં સૂરજ
દરવાજામાં અંધારાં છે.

ઘરમાં લાશ પડી છે કોની?
કબરોમાં કોના પડઘા છે?

જેને તું સમજે છે મૃગજળ
એ તો પાણીનાં પગલાં છે.

જોઈ રહી છે દિવાલો પણ
દર્પણમાં કોના ચ્હેરા છે.


0 comments


Leave comment