2 - પીડા પર્યંત / નિવેદન / હૈયું ખોલ્યુ લ્યો.. / સ્નેહી પરમાર

મારું સૌભાગ્ય
ગુજરાતી કવિતાના મુર્ધન્ય કવિ અને લાડકવાયું ઘરેણું કહેવાય એવા કવિશ્રી રમેશ પારેખ જે ધરતી પર જન્મ્યા તે ધરતીમાં હું રજોટાયો, ઊછર્યો છું એનું મારે મન બહુ મોટું મુલ્ય છે.
સંત પરંપરાને આધુનિક ઢબ છબથી ભગવો રંગ આપનાર કવિશ્રી ડૉ.દલપત પઢિયારનાં ચરણોમાં મને સ્થાન મળ્યું તે મારું અહોભાગ્ય છે.

મારી અને મારી ઉદાસી વચ્ચે ઊભેલા મારી શાળાના આચાર્ય શ્રી એચ. આર. શેખવાના દિલમાં મને જગ્યા મળી તેને હું મારું સદ્ભાગ્ય સમજુ છું.

મને મારા મિત્રોએ મારી અપૂર્ણતા સહિત ચાહ્યો છે.

મારા ભાઇઓ તથા ભાભીઓએ કદી મને મારા સ્વ.માતુશ્રીની ખોટ સાલવા દીધી નથી.
પૂ.પિતાજીએ આરાધેલો અને સ્વ માતુશ્રીએ સેવેલો શબ્દ મને વારસામાં મળ્યો છે.

મારું સર્જન
મારા ચિતમાં કોઈપણ સ્થિતિએ આકાર લઈ રહેલા ભાવને મેં તોડવા-ફોડવાનું માંડી વાળ્યું છે.

મને મારી પીડાએ જ આ મુકામ પર પહોંચાડ્યો છે.

અંધારું જ કાયમી છે અને એની વચ્ચે જ અજવાળાના ટીપાં બાઝેલાં છે જે મારા તરસ્યા કંઠને પોતાની ભીનાશથી તૃપ્ત કરતાં રહ્યાં છે.
મારું એકાંત જ મારો કાયમી સંગાથી છે.

ઋણ સ્વીકાર
નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા બદલ મુર્ધન્ય કવિશ્રી ભગવતીકુમાર શર્માનો હું ઋણી છું.

આ પુસ્તકનું તમામ ટાઇપ સેટિંગનું કાર્ય માત્ર મિત્રતાના દાવે કરી આપવા બદલ ‘જય કોમ્યુટર્સ-બગસરા’ના માલિક શ્રી બાબુભાઇ મારડીઆનો ઋણી છું.

કવિશ્રી શિવજી રૂખડા મારા હંમેશના પથદર્શક રહ્યા છે. તો તુરાબભાઇએ પણ ‘હમદમ’ બની દેખાડ્યુ છે.

પારકી પીડાના જાણતલ..
પારકી પીડાને પોતીકી ગણી ને જીવતા શ્રી મોહનભાઈ ડાયાભાઈ લોક કલ્યાણ ટ્રસ્ટ રફાળાના પ્રમુખ શ્રી સવજીભાઈ વેકરિયાએ આ પુસ્તક પ્રકાશનનું કામ ઉપાડી લઈને મને અનેરી હૂંફ આપી છે.
બગસરા વિસ્તારના શિક્ષણ સુધારણા માટે આહલેક જગાડનાર શ્રી સવજીભાઈ સાહિત્ય સેવા કરતા રહે તે જ અભ્યર્થના સાથે તેઓનો આભાર ન માનું તો નગુણો જ ગણાઉં.

0 comments

Leave comment