2 - વિખેરે છે મને... / સ્નેહી પરમાર
એક હાથે એ ઉછેરે છે મને,
ને બીજા હાથે વહેરે છે મને.
સ્વપ્નમાં આવે સૂકેલું વૃક્ષ ને,
તે પછી કીડીઓ ઘેરે છે મને.
હું તો હું નો હું જ યુગ યુગથી રહ્યો,
સૌ અલગ રીતે પહેરે છે મને.
સાચવી લઈ જાય છે એ ટોચ પર,
ટોચ પર જઈને વિખેરે છે મને.
ચિત્ર ઈશ્વરનું પછી સર્જાય છે,
રંગમાં થોડો ઉમેરે છે મને.
0 comments
Leave comment