3 - પવનનો પ્રાણવાયુ... / સ્નેહી પરમાર
ફૂલનું ખરવું જ બસ નિર્વાણ છે,
ફૂલનું અત્તર થવું નિર્માણ છે.
બાગનો માળી જ છે એ બદનશીબ,
ગંધના અર્થોથી જે અણજાણ છે.
તું બગીચે જાયને ડાળી નમે,
ફૂલને પણ ફૂલનું ખેંચાણ છે !
જે પવન છે પ્રાણવાયુ આપણો,
ફૂલડાં તો એ પવનનો પ્રાણ છે.
તું કરે ગુસ્સો તો લાગે છે મને,
ફૂલના હાથોમાં જાણે બાણ છે.
સાયબો રસ-રંગનો શોખીન છે,
ફૂલ એનું બોલતું પ્રમાણ છે.
0 comments
Leave comment