4 - કોઈ કાળે... / સ્નેહી પરમાર


તો ગઝલનો ગઢ તૂટે ના કોઇ કાળે,
જો તું એમાં વજ્ર જેવો મર્મ ઢાળે.

એ ભલે આકાશમાં સિક્કા ઉછાળે,
મન હજી બેઠું નથી એનુંય માળે.

એકદા એને મળી લે, વાત પૂરી,
જ્યાં જશે ત્યાં એ પછી એને જ ભાળે.

આપ બોલાવો પીડાને તોય ના’વે,
એ લખેલી છે ફક્ત મારા કપાળે.

જે સળગતી આગને જીરવી ગયા છે,
એ જ ખુદ સળગી જશે ખુદની વરાળે.

તું કવરમાં મોકલે રેતી ભરીને,
‘સ્નેહી' તો એ રેતમાં વીરડોય ગાળે.


0 comments


Leave comment