5 - વાવમાં... / સ્નેહી પરમાર
તૃણ સાથે હતો હું જરા વાતમાં,
કોઈ ઊંચકી ગયું છે અને ચાંચમાં.
એ રીતે હું પડી જાઉં છું પાપમાં,
આંખનું ભાન લઈને મને વાંચમાં.
‘તું નથી'ની અસર સ્હેજ થઈ છે અહીં,
વૃક્ષને સહુ ગણે છે હવે કાષ્ટમાં.
ના તરસનું તમે માપ કાઢી શકો,
હા તમે ઊતરી જાઓ છો વાવમાં.
એમને ખાસ જાગૃત રહેવું પડે,
ક્યાંય કાણું નથી જેમની નાવમાં.
જેના ઓજસ થકી જ્યોત પ્રગટી શકે,
એક એવો શબદ હોય છે પાટમાં.
0 comments
Leave comment