7 - માણસ લડે... / સ્નેહી પરમાર


વીજળી દોસ્ત ! છાતીની સોપટ પડે,
સ્મિત વેરે ગજબનું એ આંખો વડે.

લોહીમાં કોઈ વસ્તુ જો ઊતરી ગઈ,
માથું કાપો તમે તોય માણસ લડે.

આયનો ખુદને શણગારી લેતો હશે,
આયના સાથે એને તો એવું ભડે.

સાવ, પીતો નથી તોય લથડી પડું,
રંગ એની ત્વચાનો મને પણ ચડે.

મૌન ધારે, ઘટે પ્રાણવાયુ બધે,
હોઠ ખોલે તો ઉપવનના રસ્તા જડે.


0 comments


Leave comment