8 - ગોપવું... / સ્નેહી પરમાર


કંઈ ના સાંભળવું, કશું ના બોલવું,
જે ગયું પ્રગટી એ સઘળું ગોપવું.

છોડ બે સાથે ઊગેલા હોય જો,
પાન એનું તો કદી ના તોડવું.

પ્રેમમાં પડવું નહીં એના કદી,
છે બહુ અઘરું આ પીંજર છોડવું.

એ ફરીને મૂળ સ્થાને આવશે,
ને પછી અટકી જશે આ દોડવું.

મેં ચરણ પકડ્યા તો બોલ્યા સાયબો,
ખોયું હો એવી જગાએ શોધવું.


0 comments


Leave comment