11 - ડૂલી જાય છે... / સ્નેહી પરમાર
તું ભણેલો છે ને ભૂલી જાય છે ?
રેશમી ગાંઠો તો છૂટી જાય છે.
રાતનામે ડાયરીમાંથી પછી,
ઊંઘનું પાનું જ તૂટી જાય છે.
મૂળમાંથી હેત સિંચાતું રહે,
ડાળપર પંખીઓ ફૂટી જાય છે.
સાવ ફુગ્ગાથી ય નોખો આદમી,
શ્વાસ નીકળ્યા બાદ ફૂલી જાય છે.
અંતમાં જીતે છે રમવાની ક્રિયા,
ખેલનારા બેઉ ડૂલી જાય છે.
0 comments
Leave comment