13 - ઝૂમવા લાગશે... / સ્નેહી પરમાર
તું જ તારા મહીં ઊઠવા લાગશે,
કોચલાંઓ બધાં તૂટવા લાગશે.
ચેતના જાગશે તો દીવાલો બધી,
બારણાઓ બની ખૂલવા લાગશે.
ફૂલનો સ્હેજ પણ અર્થ જાણી ગયા,
ફૂલની સેજ પણ ખૂંચવા લાગશે.
એક ઠેલો ફક્ત, એક ઠેલોજ બસ,
એક શ્રાપિત હવા ઝૂલવા લાગશે.
નીજના રૂપની લૂંટ જો પી ગયા,
આંખ સામે બધું ઝૂમવા લાગશે.
0 comments
Leave comment