15 - લઈ જાય છે... / સ્નેહી પરમાર


શું ડરે છે ? શું મરણ લઈ જાય છે,
લઈ જનારા રાખ પણ લઈ જાય છે.

ભીની આંખોમાં સંકેલી એક દરિયો,
રોજ સાંજે ખારવણ લઈ જાય છે.

આંગળી ચીંધે છે એ છે સાક્ષરો,
આંગળી પકડી, અભણ લઈ જાય છે.

રોજ કાઢું છું પગેરું હુંય પણ,
એય ઊંચકીને ચરણ લઈ જાય છે.

ને પછી ઘૂંટીને પીએ છે સમય,

આપણી વચ્ચેની ક્ષણ લઈ જાય છે.


0 comments


Leave comment