17 - પોતાને ...... / સ્નેહી પરમાર


ફૂંક મારી ઉડાડ પોતાને,
ચાલ, પરચો બતાડ પોતાને.

એક રીતે અપંગ એ સહુ છે,
ખુદ ગણાવે પહાડ પોતાને.

હાથ શાયદ સ્વયમને લાગી જા,
સાત તાળી રમાડ પોતાને.

રોજ પીટે છે તું નગારાને,
કોક’દી તો જગાડ પોતાને.

વિદુરની વાત, વાત થઈ ગઈ છે,
તુંય ભાજી જમાડ, પોતાને.

હોય ફાજલતો આપજે ‘સ્નેહી’
એક વિઝીટિંગ કાર્ડ પોતાને.


0 comments


Leave comment