20 - સુરામાં..... / સ્નેહી પરમાર


ઓ સાકી ! એવું કંઇક ભેળવ સુરામાં,
ફરક ના રહે આદમી ને ખુદામાં.

છતાં બેઉ એક જ જગાએ ઊભા’તા,
હતા એ પૂજામાં અને હું નશામાં

અહીં એક સિંહણ પ્રસૂતા થઇ છે,
પડી ગયો છે સોપો હરણની સભામાં.

તમે બેરહેમીથી શ્રીફળ વધેર્યું
ને ફફડાટ વ્યાપી ગયો છે ધજમાં.

હું માણસ થવાની મથામણમાં જીવ્યો,
તને રસ હતો ફક્ત ઇશ્વર થવામાં.

પણે સાથિયો ચીતરે છે ગણિકા,
ને ઊભરે છે દુલ્હનના જોડા હવામાં.


0 comments


Leave comment