22 - તળિયાનું લોહી ..... / સ્નેહી પરમાર


એવી રીતે તું સ્હેજ જ્યાં અડે,
તળિયાનું લોહી તાળવે ચડે.

તારા જ હાસ્યનો લય ઊઠે,
પર્વત ઊપરથી જ્યાં નદી દડે.

ડૂબી જવું ઉર્ફે તરી જવું,
ખોવાય છે બસ એ જ તો જડે.

બસ એટલે મરવું નથી ગમતું,
પાછું ફરીથી જ નમવું પડે.

એ દૂર થાય ક્ષણભરને પછી,
તો શ્વાસ લેવામાં કશુંક નડે.

મારા ખભે મૂકી દીધું મસ્તક,
ઘા કર્યો છે તેં પાધરો થડે.


0 comments


Leave comment