23 - પડદાથી હઠીને..... / સ્નેહી પરમાર
પડદાથી હું હઠીને તને ચાહતો રહ્યો,
તખ્તાની એ નટીને-તને ! ચાહતો રહ્યો.
આવ્યું જો મારી-તારી વચ્ચે હુંપણું-તો,
સ્વયમ્ હું, હું મટીને તને ચાહતો રહ્યો.
લોકોએ નામ એને આપી દીધું ગ્રહણનું,
જો હું ઘટી-ઘટીને તને ચાહતો રહ્યો.
સર્જીને લાખ બીબાં કરી હદ જમાનાએ,
પ્રત્યેક હદ વટીને તને ચાહતો રહ્યો.
એ સાંજ, એ ટકોરા, તને યાદ પણ હશે ના,
દરવાજે ખટખટીને તને ચાહતો રહ્યો.
0 comments
Leave comment