52 - ઊંઘમાંથી દેહ જો જાગી પડે / આદિલ મન્સૂરી


ઊંઘમાંથી દેહ જો જાગી પડે,
કામનાની કીડીઓ ચટકા ભરે.

શૂન્યતાની ભીંસમાં જકડી મને,
આંધળા એકાન્તના સર્પો ડસે.

ચંદ્રના પડછાયા નીચે રાતભર,
લોહીમાં ખરડાયેલાં સ્વપ્નો રડે.

આભના મેલા કફનથી નીકળી,
સૂર્યના અસ્તિત્વ પર તારા હસે.

અસ્થિનાં સ્તૂપોને પડતા જોઇને,
માંસની દીવાલની આંખો રડે.

દેહનું આકાશ સંકોચાય તો,
વાસનાઓની ક્ષિતિજ તૂટી પડે.


0 comments


Leave comment